તા.૧૦.૧૨.૨૦૨૫ ના રોજ આનંદી સંસ્થા સંચાલિત ગોધરા મહિલા ITI ના વિદ્યાર્થીનીઓ સાથે આંતરરાષ્ટ્રીય હયુમન રાઈટ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ITI ના પ્રિન્સિપાલ નેહાબેન તથા જીલ્લા કાનૂની સેવાસત્તા મંડળના એડવોકેટ જલબેન ચોકસી ભગત આનંદી સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આજના કાર્યક્રમમાં મહિલાઓના સંદર્ભમાં નવા ફોજદારી કાયદો ભારતીય ન્યાય સહિતા-૨૦૨૩ ,કાર્યસ્થળ પર જાતિય હિંસા,ઘરેલું હિંસા,પોક્સો, અને ઈન્ટરનેટ દ્વારા થતી ડીઝીટલ હિંસાના મુદ્દા પર કાયદાકીય જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં ગોધરા ITI કોલેજની ૧૦૧ વિધાર્થિનીઓ ને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.