04Apr – દાહોદમાં આનંદી સંસ્થા દ્વારા મહિલા પંચાયતીરાજ ત્રિદિવસીય અધિવેશન યોજાઈ રહ્યુ છે.પંચાયતી રાજ દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં રાજ્ય અને રાજ્ય બહારના મહિલા પદાધિકારીઓ અને સમાજ સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આનંદી ના ૩૦ વર્ષ નાં મહિલા નેતૃત્વ વિકાસ અને સમુદાય સશક્તિકરણના કાર્ય પર ચિંતન અને તેની ઉજવણી કરવામાં આવશે. પંચાયતી રાજ કાયદાના ત્રણ દાયકા બાદ હાલ મહિલા સરપંચ, સભ્યો એને સમિતિ સભ્યો અરસ પરસ અનુભવો ની આપ-લે કરી વિશિષ્ઠ કામગીરી નો વ્યાપ વધારી શકે, મહિલાભિમુખ શાસન વ્યવસ્થા સ્થાપિત કરી પારદર્શી અને જવાબદેહી પદાધિકારી તરીકે ની ફરજ નિભાવી શકે અને સ્થાનિક સ્વરાજ નાં કાર્યમાં નેતૃત્વ કરી રહેલ મહિલા પદાધિકારીઓ પરસ્પર ટેકો આપી શકે તે હેતુ થી દાહોદ ખાતે રાષ્ટ્રીય મહિલા પંચાયતીરાજ અધિવેશન નું આયોજન તા: ૨૩-૨૫ એપ્રિલ ૨૦૨૫ યોજવામાં આવેલ છે.
તારીખ ૨૪ એપ્રિલના પંચાયતીરાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં ૭ રાજ્ય અને ગુજરાતના ૧૩ જિલ્લામાંથી મહિલા પ્રતિનિધિઓ ૫૧૪ જેટલા મહિલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.આજ ના દિવસે પંચાયતમાં મહિલા સભ્ય, સરપંચ કે તાલુકા પંચાયતો કે જિલ્લા પંચાયતોમાં પ્રમુખ કે મહિલા સભ્યોમાં વહીવટ અને કારભારમાં વતી માં પતિ ના કરે અને મહિલાઓ સ્વતંત્ર રીતે વહીવટ કરે. મહિલા પદાધિકારીઓને પ્રજાના કામો માટે જવાનું થાય તો તેના માટે નિ:શુલ્ક મુસાફરીની સુવિધા હોવી જોઈએ.ગ્રામ સભા પહેલા મહિલા ગ્રામ સભા ભરાવી જોઈએ.
જેથી મહિલાઓના પ્રશ્નોને પ્રાધાન્ય આપી શકાય.ઉપરાંત અન્ય રાજ્યોની માફક મહિલા પદાધિકારીઓને માનદ વેતન પણ આપવાની હિમાયત પણ કરવામા આવી હતી.