+91 79 26820860 info@anandi-india.org

દેવગઢ બારીયા તાલુકામાં આનંદી અને દેવગઢ મહિલા સંગઠન દ્વારા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.

દેવગઢ બારીયા તાલુકામાં આનંદી અને દેવગઢ મહિલા સંગઠન દ્વારા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું

25 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબૂદી પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે, દેવગઢ બારીયા તાલુકામાં આનંદી અને દેવગઢ મહિલા સંગઠન દ્વારા જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ ઝુંબેશ અંતર્ગત 21 હાઇસ્કૂલ, કોલેજ અને ૩ ગામોમાં જઈને 2,234 કિશોરીઓ સહિત કુલ 2,527 યુવાનોને ડિજિટલ સલામતી અને મહિલા હિંસા વિષે જાગૃત કરાયા હતા. ડિજિટલ હિંસાના વિષય પર નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં કુલ 55 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ઝુંબેશના સમાપન ભાગરૂપે, દેવગઢ બારીયા તાલુકાની વિદ્યાર્થિનીઓએ દાહોદ કલેક્ટર કચેરીની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીનીઓએ કલેક્ટર યોગેશ નિર્ગુડે સમક્ષ શાળામાં પડતી મુશ્કેલીઓ રજૂ કરી હતી. જેના નિવારણ માટે કલેક્ટરે આશ્વાસન આપ્યું હતું. કલેક્ટરે વિદ્યાર્થિનીઓને ભરતી પરીક્ષાઓ, શૈક્ષણિક બાબતો અને બાળ લગ્ન અટકાવવા સહિતના વિષયો પર માર્ગદર્શન અપાતા સૌએ બાળ વિવાહ મુક્ત ભારતના શપથ લીધા હતા.

ભાસ્કર ન્યૂઝ | દાહોદ