તા.૨૫ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબુદી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત દેવગઢબારિયા તાલુકામાં આનંદી અને દેવગઢ મહિલા સંગઠન દ્વારા યુવતીઓ અને કિશોરીઓને વિશ્વાસ વધે, સમાજમાં સુરક્ષા વધે અને ડીજીટલ સલામતીની સમજ બને એ હેતુથી સ્કૂલ, શાળા,કોલેજો અને ગ્રામ પંચાયતોમાં જઈને વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં દેવગઢ બારીયાની જુદી જુદી ૨૧ હાઈ સ્કુલ, દેવગઢ બારીયા કોલેજ તથા ત્રણ ગામોમાં ૨૨૩૪ જેટલી કિશોરીઓ અને ૨૯૩ કિશોર કુલ ૨૫૨૭ જોડાયા છે. આ ઝુંબેશમાં મહિલા અને યુવતીઓ સાથે હિંસા અને ખાસ કરીને ડીજીટલ હિંસા માટે પત્રિકા અને ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ્વારા જાગૃતિ । તથા કિશોરી અને યુવતીઓની સુરક્ષા અને સલામતીની ચર્ચાઓ કરી ડીજીટલ હિંસાના વિષય સાથે વિચારતા થાય એ હેતુથી નિબંધ સ્પર્ધાનું આયોજન પણ કર્યું. આ સ્પર્ધામાં ૪૮ કિશોરીઓ અને ૭કિશોર મળી કુલ ૫૫ એ ભાગ લીધો હતો.આનંદી અને દેવગઢ મહિલા સંગઠન સાથે દેવગઢ બારીયા તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ જિલ્લા કલેકટર કચેરી દાહોદની મુલાકાતે આવ્યા હતા. વિદ્યાર્થીનીઓએ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે સાથે સંવાદ કર્યો હતો.