+91 79 26820860 info@anandi-india.org

દેવગઢ બારીયા તાલુકાની વિધાર્થીનીઓએ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે સાથે કર્યો સંવાદ

દેવગઢ બારીયા તાલુકાની વિધાર્થીનીઓએ જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે સાથે કર્યો સંવાદ

૨૫ નવેમ્બર થી ૧૦ ડીસેમ્બર ૨૦૨પ દરમિયાન
આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબુદી પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત દેવગઢબારિયા તાલુકામાં આનંદી અને દેવગઢ મહિલા સંગઠન દ્વારા યુવતીઓ અને કિશોરીઓને વિશ્વાસ વધે, સમાજમાં સુરક્ષા વધે અને ડીજીટલ સલામતીની સમજ બને એ હેતુથી સ્કૂલ, શાળા, કોલેજો અને ગ્રામ પંચાયતોમાં જઈને વિવિધ કાર્યક્રમોનો આયોજન કરવામાં આવેલું છે. દેવગઢ બારીયાની જુદી જુદી ૨૧ હાઇસ્કૂલ, દેવગઢ બારીયા કોલેજ તથા ત્રણ ગામોમાં ૨૨૩૪ જેટલી કિશોરીઓ અને ૨૯૩ કિશોર કુલ ૨૫૨૭ જોડાયા છે. આ ઝુંબેશમાં મહિલા અને યુવતીઓ સાથે હિંસા અને ખાસ કરીને ડીજીટલ હિંસા માટે પત્રિકા અને ડોક્યુમેન્ટરી ફિલ્મ ધ્વારા જાગૃતિ તથા કિશોરી અને યુવતીઓની સુરક્ષા અને સલામતીની ચર્ચાઓ કરી ડીજીટલ હિંસાના વિષય સાથે વિચારતા થાય એ હેતુથી નિબંધ સ્પર્ધાનું આયોજન પણ કર્યું. આ સ્પર્ધામાં ૪૮ કિશોરીઓ અને ૭ કિશોર મળી કુલ ૫૫ એ ભાગ લીધો હતો. 

આનંદી અને દેવગઢ મહિલા સંગઠન સાથે દેવગઢ બારીયા તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિધાર્થીનીઓએ જિલ્લા કલેકટર કચેરી દાહોદની મુલાકાતે આવ્યા હતા. વિધાર્થીનીઓએ જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નિરગુડે સાથે સંવાદ કર્યો હતો આ સંવાદમાં વિધાર્થીનીઓને શાળામાં પડતી મુશ્કેલીઓ જિલ્લા કલેક્ટરશ્રી સમક્ષ રજૂ કરી હતી. કલેકટરશ્રીએ વિધાર્થીઓના પ્રશ્નો સાંભળી બને એટલા ઓછા સમયમાં પડતી અગવડતા દૂર કરવા આશ્વાસન આપ્યું હતું. સાથે જ કલેક્ટરશ્રીએ ઉપસ્થિત વિધાર્થીનીઓને સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ ભરતી પરીક્ષાઓ અને શૈક્ષણિક બાબતો, બાળ લગ્ન અટકાવવા સહિતના વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરશ્રીના હસ્તે વિધાર્થીનીઓને પ્રશંસા પત્ર આપવામાં આવ્યા હતા. સાથે જ ઉપસ્થિત સૌએ બાળ વિવાહ મુક્ત ભારતના શપથ લીધા હતા.

– ઈમરાન શેખ દાહોદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *