+91 79 26820860 info@anandi-india.org

સાગુડીબહેન નાયક (કાલીયાકુવા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

સાગુડીબહેન નાયક (કાલીયાકુવા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)

સાગુડીબહેન નાયક (કાલીયાકુવા ગામ, તા. દેવગઢ બારીયા, જિ. દાહોદ)


જંગલ-જમીન અધિકાર મેળવવા માટે પ્રયાસ કરી રહેલાં સાગુડીબહેન નાયક

કાલીયાકૂવા ગામનાં 55 વર્ષની ઉંમરનાં સાગુડીબહેન રમણભાઈ નાયક પોતાના હકની 10 એકર જંગલ-જમીન મેળવવા મથી રહ્યાં છે. તેઓ અને તેમનો પરિવાર વર્ષ 2008 સુધી જંગલ-જમીન ખેડતી હતી, પરંતુ 2008માં જંગલ ખાતાએ તેમના ખેતરમાં મકાઈ અને તુવેરની ઊભા પાકનો નાશ કર્યો. વન અધિકાર કાયદાએ આપેલો કાયદેસરનો અધિકાર મેળવવા માટે સૌગુડીબહેને પોસ્ટકાર્ડ ઝુંબેશમાં જોડાઈને રાજ્યના મુખ્ય મંત્રી અને વડા પ્રધાન સુધી પત્રો લખીને રજૂઆત કરી છે. ‘દેવગઢ મહિલા સંગઠન દ્વારા જંગલ-જમીન અધિકાર મેળવવા માટે યોજાયેલી રેલી અને ઝુંબેશમાં પણ તેઓ સક્રિય રીતે સામેલ થયાં છે. તેમના ગામ કાલીયાકુવામાંથી 19 લોકોએ જંગલ-જમીન અધિકારના દાવા કર્યા હતા. તેમાંથી પુરાવા ધરાવતા હોય એવી 9 દાવા અપીલમાં ગયા છે, કારણ કે પુરાવા હોવા છતાં તે લોકોની દાવા-અરજી નામંજૂર કરવામાં આવી છે. સાગુડીબહેન જેવાં અનેક લોકો વર્ષોથી જંગલના આધારે પોતાનું જીવન-ગુજરાન ચલાવતાં આવ્યાં છે.